D. A. 46% to 50% Ganatari File:
D. A. 46% to 50% Ganatari File:
D. A. 46% to 50% Ganatari File:
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મયોગી હિતકારી નિર્ણય
રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી-૨૦૨૪થી ૪ ટકાનો વધારો જાહેર
સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી ૪.૭૧ લાખ કર્મચારીઓ અને ૪.૭૩ લાખ પેન્શનર્સને મળશે લાભ
મોંઘવારી ભથ્થામાં વધારાની ૬ માસની તફાવત રકમ-એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં ૪ ટકા વધારાનો લાભ તા. ૧ જાન્યુઆરી ૨૦૨૪થી આપવાની જાહેરાત કરી છે.
આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ ૪.૭૧ લાખ કર્મયોગીઓ અને અંદાજે ૪.૭૩ લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.
મોંઘવારી ભથ્થાની ૬ માસની એટલે કે ૧ જાન્યુઆરી ૨૦૨૪ થી ૩૦ જૂન ૨૦૨૪ સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે.
તદઅનુસાર, જાન્યુઆરી-૨૦૨૪ તથા ફેબ્રુઆરી-૨૦૨૪ મહિનાની તફાવતની રકમ જુલાઈ-૨૦૨૪ના પગાર સાથે, માર્ચ અને એપ્રિલ-૨૦૨૪ની તફાવતની રકમ ઓગષ્ટ-૨૦૨૪ના પગાર સાથે તેમજ મે અને જૂન-૨૦૨૪ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ સપ્ટેમ્બર-૨૦૨૪ના પગાર સાથે કર્મયોગીઓને ચુકવવામાં આવશે.
રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને ૧૧૨૯.૫૧ કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે.
Important:
Hello Aspirants, www.gyanguru.co.in is a private website and doesn’t represent any government entity, organization, or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official websites and newspapers and other websites. We also cross-verify the job when we post any job but do always cross-verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of a job.
💥મોઘવારી એરિયસ update.
(46થી50%... માટે ઓનલાઈન કેલ્ક્યુલેટર)
ઓનલાઇન નાખો માત્ર આપની બેઝિક સેલરી. અને મેળવો.....
✅ મોંઘવારી 46 થી 50 થતાં કેટલી સેલરી?
✅ 3 હપતા ક્યારે અને કેટલી રકમ મળશે.
✅ કુલ એરિયસ કેટલું બને.
✅જુલાઈ 2024 થી કેટલી સેલરી થશે.
(જુલાઈ, જાન્યુઆરી ઇજાફા સાથે)
Important Links:
Check D.A. 46% to 50% Online: CLICK HERE
Join the conversation